શબ્દો : શ્રીનીતાબેન
સ્વર: શ્રીમતિ હેમાંગીનીબેન દેસાઈ
આલ્બમ : નૈન વસિયો નંદકુમાર ( શ્રી આલાપ દેસાઈ )
ઘણા મિત્રો મને પૂછે છે કે મેં ઓળખ ચિત્ર પર વાંસળી કેમ રાખી છે ? આમ તો વાંસળીની ધૂન મારી અતિપ્રિય છે, અગર જો કોઈ પૂછે કે ઠાકોરજીના આભુષણ કે શ્રીંગારમાંથી તમને એમનું કયું અભુષણ બનવું ગમે ? તો ચોક્કસ કહું કે વાંસળી … !! પ્રભુને અતિપ્રિય એવી આ વાંસળીને તેઓ પોતાનાથી એકપળ પણ અલગ કરતા નથી…! મારા મનની આ વાત મને આ ગીતમાં દ્રષ્ટિમાન થઇ રહી છે …!!
શ્યામ તારા અધરોની સાથે મારે રમવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે
સૂર છેડે તું મારે સંગીત થઈને રેલાવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે ..!!
માથે પધરાવ તું તારી અલક લટોમાં રમવું છે
તારું તે મોરપીંછ શ્યામ મારે બનવું છે
નયનોમાં તારા મારે બીજ થઇ ને વસવું છે
એવી તારી આંખોનું કાજળ મારે બનવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે ..!!
નર્તનમાં તારા ક્યારેક છમ છમ થઈને બજવું છે
એવા તારા ચરણોનું ઝાંઝર મારે બનવું છે
તુજને વિટળઈ રહું સદા અંગ લહેરાઈ રહું
વીજળીશું પીળું પીતાંબર મારે બનવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે ..!!
કરમાં જલાઈ રહું કાવ્યો રચાઈ રહું
નીતાની એવી રસીલી કલમ બનવું છે
શ્યામ તારી માધુરી વાંસલડી મારે બનવું છે..!
શ્યામ તારા અધરોની સાથે મારે રમવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે …!!
***













14 Responses to Shyam tara…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments