***
આજે અમારા પૂજ્ય પપ્પાના જન્મદિને એમના સંતાનો તરફથી એમનું અતિપ્રિય આ ભજન …!!
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પપ્પા ..!!
***
તું હૃદયે વસનારી તું હૃદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી
તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,
તું તિમિરોનાં ધણ વાળી લઈ કરત સદા રખવાળી….!!
તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો ધ્યુતિ અરુણા,
તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા…!!
તું જીવનની જન્મ ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા…!!
તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,
તું જગમાં જગપાર અનંતે અમ સંગે ઘૂમનારી..!!
તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,
તું ઋત રાત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ…!!
તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હૃદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા..!!
તું હૃદયે વસનારી, તું હૃદયે વસનારી,
ઘટ ઘટ ભીતર નરતનહારી, તું હૃદયે વસનારી..!!
– ત્રિભુવનદાસ લુહાર ( સુન્દરમ્ )
***











![101905[1]](http://farm6.static.flickr.com/5008/5243262235_591343ea47.jpg)

7 Responses to તું હૃદયે વસનારી…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments