…મિત્રોનાં જીવનમાં ફરિશ્તા બનીને એમની નિ:સ્વાર્થ – અમુલ્ય મૈત્રીનો રણકાર રણકાવનાર મિત્ર ચિ. નીરજભાઇ ને એમનાં શુભ જન્મ દિને અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથ સ્નેહઆશિષ…
એમની એક પ્રતિભાથી ઘણા મિત્રો હજુ અપરિચિત છે ….આ સાથે જ પ્રસ્તુત છે એમની એક રચના…!! આમ જોઇએ તો એક દિવસ એમણે જ મને આ ઉપહાર આપેલ… પણ મૈત્રીમાં તો થોડી નિર્દોષ અંચાઇ ચાલે ખરુને..?
એટલે આજનાં શુભ દિન નિમિત્તે એ જ ઉપહારની copy+paste 🙂
આજ મુબારક, કાલ મુબારક
તમને આજનો અવસર મુબારક.
નવા રૂપ અને નવા રંગ સાથે,
આજનું આ નવું પ્રભાત મુબારક.
નવી આશાઓ ને નવા ઉમંગો,
તમને ખુશીઓનું વ્હાલ મુબારક.
ખીલ્યું છે સૌંદર્ય સૃષ્ટિનું આજે,
તમને સૌ બાગ ને ફૂલ મુબારક.
ભીનાં ભીનાં સબંધોના સગપણ,
ને લાગણીઓનાં સ્પંદન મુબારક.
નયનરમ્ય આજની ઢળતી સાંજે,
આંખોમાં રૂપાળાં સપના મુબારક.
વારંવાર આવે આ શુભદિન એ છે દુઆ,
તમને ખૂબ ખૂબ જન્મદિન મુબારક.
– નીરજ –
સાથે જ આ અનોખું-બંધન મિત્રો તરફથી …












17 Responses to ઉપહાર…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments