એકાદશીનાં જયશ્રીકૃષ્ણ.
સ્વર – શ્રી અશિત દેસાઈ
ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો
વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો
તમો મોટા છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી
અમને શરણે લેજો તાણી…ધન્ય શ્રી …
શ્રી વૃંદાવનની વાટમાં, ન્હાવું યમુનાજીના ઘાટમાં
વ્હાલે રાસ રમાડ્યા રાતમાં… ધન્ય શ્રી …
ચાલો તો થઈએ વ્રજ વાસી, પરિક્રમા કરીએ ચોરાસી
મારા જનમ મરણની ટળી ફાંસી… ધન્ય શ્રી …
પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા
વૈષ્ણવને લાભ ઘણો લેવા… ધન્ય શ્રી …
શ્રી ગોકુળ મથુરાની ગલીયો માં મહારાજ મુજને ત્યાં મળિયા
મારા સકળ મનોરથ સફળ થયા… ધન્ય શ્રી …
નંદજીનો વ્હાલો વનમાળી, કાલીન્દીને કાંઠે ધેનું ચારી
વ્હાલો હસી હસી અમ શું લે તાળી…ધન્ય શ્રી …
ચાલો તો શ્રી યમુના નાહીએ ,એવા અખંડ વ્રજવાસી થઈએ
એવી નૌતમ લીલા નિત્ય ગાઈએ… ધન્ય શ્રી ..
સખી સમરોને સારંગ પ્રાણી , વૈષ્ણવને વ્હાલી એ વાણી
એ લીલા હરિદાસે જાણી…ધન્ય શ્રી …
ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો
વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો ..!!
***













9 Responses to Dhany Shri Yamuna…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments