જાપાનમાં થયેલી આ કુદરતી હોનારત વિશે વાંચીને .. અરેરાટી ભર્યાં દ્રષ્યો જોઈને સહુના હૈયાં દ્રવી ઉઠ્યાં છે .. !!
હોનારતમાં અકાળે મૄત્યુ પામેલ, એ દરેક જીવોના આત્માને શ્રદ્ધાંજલી…તથા હોનારતમાં ભોગ બનનાર અન્ય લોકોને હિમંત, મદદ અને રાહત મળે એવી પ્રાર્થના..!
***
આલ્બમ – બંસીધર
સ્વર – શ્રી આશિત દેસાઈ
હે મધુસુદન હે ગિરધારી, સાંભળ કાન્હા અરજી અમારી
ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી
જીવન નૌકા ડગમગ કરતી, ડોલી રહી છે ભવના દરિયે
કોઇ કિનારો દેખાતો ના, મધ દરિયામાં તુજને સ્મરીએ
જોજે ન ડૂબે નાવડી કાન્હા, આવી અમને લેજે ઉગારી..
ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી
મોહ માયા ને મમતા કેરા, ઘેરાયા છે વાદળ ઘેરાં
લોભ વમળ માં ઘુમરાયે છે, જનમ જનમ ના આંટા ફેરાં
આ દુનિયાના હે ઘડનારા, કેવી છે આ લીલા ન્યારી..!!
ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી
સાદ તુને છે દીધો મોહન, સાંભળશે તું છે મુજ આશા
યાદ તને છે કિધો માધવ, મોક્ષની છે કેવળ અભિલાષા
ગીતામાં આપ્યું છે વચન એ, યોગેશ્વર ના દેતો વિસારી…
ઈશ કૃપાળું દિન દયાળુ, આજ કસોટી છે આ તારી…!!
***












12 Responses to He Madhusudan…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments