Home Blue

Vansaladi.com

શ્રાવણ-માસ નાં જયશ્રીકૃષ્ણ વૈષ્ણવો,

આ ડૉટ કૉમના જેટ યુગમાં, ઈશ્વર પણ આપણને કોમ્પ્યુટર – ઈન્ટરનેટ પર પ્રગટ થઈ દર્શન આપે છે … એવુ જ લાગે કે જાણે, વૃંદાવન આખું ડૉટ કૉમ જ છે …!! પણ મુંઝવણ એ છે કે, કાન્હાજીની આ વિશાળ વેબસાઇટમાં ક્યા ક્યા વિભાગ અને તેના નામ કેવી રીતે રાખવા? …આ પંક્તિ તો મને ખૂબ જ સ્પર્શી ગઈ…” વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને, ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?” …ગોપીગીતના વિરહ-અહેસાસથી આ નિર્જીવ ફ્લૉપી પણ આંસુઓથી ભીંજાય…! ..વાહ … કેવી ભાવ-વિભોર કલ્પના…!!! …અને જો આપણે જ આ વેબસાઈટનું સંચાલન કરવું હોય તો કેવી રીતે કરવું? ગીતાજી ડૉટ કૉમ ને ઉકેલતા તો પંડિતોને ખૂબ મહેનત પડી …

( જેમ મને આ ” સમન્વય ”માં html ઉકેલતા પડી.. 🙂 તો પણ થેન્કસ કાન્હાજી, કે આ વર્ડપ્રેસ સોફ્ટવેરને અને મારાં પ્રિય મિત્રોને મારી મદદે મોક્લ્યાં ..!! )

અંતે તો ભક્તિ રૂપી પાસવર્ડથી જ મનનાં સ્ક્રિન પર શ્યામનાં દર્શન કરી શકાય એ પણ કવિએ બખૂબી આલેખ્યું છે..!!

કવિ શ્રી કૃષ્ણ દવેની આ નવી ”ગુજલિશ” ભાષામાં આ સુંદર રચના મને તો ખૂબ જ ગમે છે, કાનજીની વેબસાઈટનાં તો ગુણગાન ગાઇએ એટલાં ઓછા..!!

આ આલબમ, ઉપહાર રૂપે મોક્લવા બદલ મિત્રો – કવિ શ્રી કૃષ્ણભાઈ દવે તથા શ્રી દિલીપભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર…!

આલ્બમ – ગુજરાતી.કોમ – શ્રી ચંદુ મટ્ટાની

નિવેદન – શ્રી અંકિત ત્રિવેદી

સંગીત -શ્રી આલાપ દેસાઈ

સ્વર – હેમાંગીનીબેન દેસાઈ, શ્રી આલાપ દેસાઈ

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે, કયા કયા નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો, રાધા રિસાય એનું શું ?

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને, ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?

પ્રેમની આ ડિસ્કમાં, એવી એવી વાનગી કે, કોને છોડું ને કોને ચાખું ?

ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું ..!!

ગીતાજી ડૉટ કૉમ, એટલું ઉકેલવામાં, ઊકલી ગઈ પંડિતની જાત.

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને, એ જ માણે આ પૂનમની રાત.

તુલસી, કબીર, સુર.. નરસૈંયો થઈએ તો, ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.

ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના, સ્ક્રિન ઉપર નાચે છે શ્યામ.

એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં, ચીર પૂરી આપે ઘનશ્યામ ?

એ…. ઈન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.

ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!

ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!

ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!

ડૉટ કૉમ વૃંદાવન આખું …ડૉટ કૉમ વૃંદાવન આખું …!!

***

કવિશ્રીની અન્ય રચનાઓ

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

3 Responses to Vansaladi.com

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. pragnaju says:

    વારંવાર ગાયલું આ ગીત
    ફરી માણ્યું
    સૂર ડોટ કોમ શબ્દ ડૉટ કોમ સમન્વય શ્રીજી ડૉટ કોમ

  2. અમદાવાદમાં શ્યામલ / સૌમિલ મુન્શીના કાર્યક્રમમાં આ ગીત પહેલી વખત સાંભળેલું. ત્રણ વખત વન્સ મોર થયેલું; અને પછી શ્રી. કૃષ્ણ દવેને સ્ટેજ પર બોલાવેલા.
    એ યાદ આવી ગયું .

  3. dilip gajjar says:

    આ ગીત ખુબ આધુનિક સાથે કૃષ્ણ ભક્તિ થી ભરપુર આજના સંદર્ભે માટે ખુબ ગમે …આપનો આભાર શેર કર્યું માટે ..આવા જ સુંદર ગીતો આપણી સંગીત પ્રીતિ ને અનુકુળ રજુ કરતા રહેશો અને આપ પણ ગઈ ને ઉત્તરોતર પોતાનો આલ્બમ કરશો…શ્રાવણ માસ નાં વધામણા ..શ્રુત્વા ધર્મ વિજાનાતી, શ્રુત્વા પાપમ પરીત્યાજેત , શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત…શુભ શ્રવણ નો લાભ મળે અને શુભ મનન ચિંતન કરતા રહીએ એજ ભાવના …