***
એકવાર જન્માષ્ટમી સમયે ક્યાંક કટાક્ષ વાંચેલ કે, ”આજે વેલેન્ટાઇનના બાપુનો જન્મદિન” ત્યારે ધાર્મિક લાગણી દુભાઇ હતી .. પરંતુ તરત જ વિચાર્યું કે જેઓ પરમ બહ્મ એવા શ્રીકૄષ્ણનાં પરમ તત્વ વિષે નથી જાણતા એ લોકોથી શી નારાજગી? ને શાંતીથી વિચાર્યું તો, આજાણતા જ કોઇએ લખેલ આ વાક્ય સત્ય લાગ્યું..કારણકે, સંત વેલેન્ટાઇન એક માનવ હતાં અને તેમના હૈયે પ્રેમ-તત્વ જન્માવનાર તો સ્વયં ઈશ્વર …!! તો ખરા અર્થમાં શ્રીકૄષ્ણ ભગવાન જ સંત વેલેન્ટાઈનનાં તાત્ત અર્થાત્ત પિતાજી…!! આમ પણ જગતનો તાત્ત તો ઘનશ્યામ જ છે..! તો આજે આ વેલેન્ટાઈન ડે પણ પ્રભુને સમર્પિત કરતાં, આ પ્રેમગીત મનમાં ગોપીભાવ લઈ આવીને ગાઇએ….!
***
શબ્દો : શ્રીનીતાબેન
સ્વર: શ્રીમતિ હેમાંગીનીબેન દેસાઈ, શ્રી આલાપ દેસાઈ
આલ્બમ : ભજનંદકુમારં ( શ્રી આલાપ દેસાઈ )
શ્યામ તારી વાંસળીનાં સૂર તો રેલાવ, હે મારે ગોપી બની રાસે રમવું છે
શ્યામ તારા રંગમાં તું મુજને રંગાવ, હે તારી શામળતામાં મન મારું મોહ્યું છે …!!
યમુના કાંઠે કુંજ ગલીમાં નિત્ય મારે મ્હાલવું, વ્રુંદાવનનાં વૃક્ષે વૄક્ષે તુજ ને પોકારવું
આંખનો ઇશારો કરી મુજ્ને બોલાવ, કે તારી ધૂનમાં મારે મસ્ત બની ફરવું છે..!!
સ્મરણ તારી લીલાનું નિત્ય મારે કરવું, નામ તારું રટતાં રટતાં તુજ પાછળ ફરવું
ઘુઘરી તારા ઝાંઝરની થોડી રણકાવ, હે મારે ચરણોમાં નિત્ય તારા રહેવું છે..!!
પ્રેમે તારા પાગલ થઇ સંસારે રહેવું, નીતા ઓવારે જીવન બીજુ શું કહેવું ?
મુગટ કેરાં મોરપીંછ સહેજે ફરકાવ, હે તારું રૂપ મારા રૂદિયામાં ધરવું છે..!!
શ્યામ તારી વાંસળીનાં સૂર તો રેલાવ, હે મારે ગોપી બની રાસે રમવું છે
શ્યામ તારા રંગમાં તું મુજને રંગાવ, હે તારી શામળતામાં મન મારું મોહ્યું છે …!!
***













8 Responses to Shyam taari…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments