***
જયશ્રીકૃષ્ણ મિત્રો..!! શ્રી ઠાકોરજી પાસે એ જ માંગીએ કે આપણને ભક્તિ આપે ..! શ્રીજીના કૄપા-પાત્ર બનીને એમની સેવા કરવા મળે એથી રૂડું બીજું શું હોઈ શકે?
આવી ભાવ-વિભોર થઈ જવાય એવી પ્રાર્થના સાંભળીએ, શ્રી કિશોર મનરાજાનાં મધૂર સ્વરમાં ..!!
***
મેવા મળે કે ના મળે.. મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે .. મારે ભક્તિ તમારી કરવી છે ..!
મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે
શબ્દ મળે કે ના મળે.. મારે કવિતા તમારી કરવી છે..!!
આવે જીવનમાં તડકા ને છાંયા, સુખ દુઃખના પડે ત્યાં પડ્છાયા
કાયા રહે કે ના રહે… મારે માયા તમારી કરવી છે..!!
હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં
સંસારને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે ..!!
મેવા મળે કે ના મળે.. મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે .. મારે ભક્તિ તમારી કરવી છે ..!
મારે ભક્તિ તમારી કરવી છે, મારે કવિતા તમારી કરવી છે
મારે માયા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી છે ..!!
***













7 Responses to Meva male ke…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments