મારા તે ચિત્તનો ચોર રે



અરે વાહ….મજા આવી ગઈ… મારું ખુબ જ ગમતું ગીત… મારા તે ચિત્ત નો ચોર ..આભાર દોસ્ત.. ઃ-)
દીદી…એક ફરમાઈશ… જો આપની પાસે હોય તો.. ”વગડા ની વચ્ચે તળાવ…” મુકવા વિનંતી.. ઃ-)
સુંદર ગીત..
nice chhe didi
અખંડ સૌભાગ્યવતી નું આ ગીત બહુંજ મજાનું છે સરસ
હું ઘણા સમયથી આ ગીતનાં શબ્દો શોધું છું. ઑડિયો સાંભળી ને લખવાનો પ્રયાસ કરતાં આવું કંઇક સંભળાય છે. કોઇ મદદ કરશે તો આભાર.
વેરણ થઇ ગઇ રાતડી રહેતી આંખ ઉદાસ
સપનાં પણ (…. ) સખી મારા સાંવરિયાનો (….)
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો
કે જેવો રાધા ને નંદનો કિશોર
એવો મારો સાંવરીયો
જમુના તીર જઇ ભરવા હું નીર ગઇ
પ્રીતની વાદળી વરસી
હૈયાની હેલ મારી છલકાવે પ્રેમ
તોયે હું રહી ગઇ તરસી
તનડું ભીંજાય તોયે રોમ રોમ ન્હાય
મારા નટખટના નેણ છે નઠોર
એવો મારો સાંવરિયો
મીઠી રે મોરલીને કાને તેડાવી મને
એનાતે સૂરમાં સાધી
મોંઘેરા મનના વનરા તે વનમાં
ફૂલોના હાર થી બાંધી
(………………..)
જોડે મારા પાલવની કોર
એવો મારો સાંવરિયો
જોયા ના તારલા ને જોઇ ના ચાંદની
જોઇના કાંઇ રાતરાણી
(………..)
એવી વાલમની વાણી
ભૂલીતે ભાન રહ્યું કાંઇયે ના સાન
જ્યારે ઉગી ગઇ આભમાં ભોર
એવો મારો સાંવરિયો
( ઉપર ખાલી જગ્યામાં શબ્દો મને સમજાતા નથી. આપમાંથી કોઇ મદદ કરશે તો આભારી થઇશ.)
6 Responses to Mara te chit no…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments