.
કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર, લટકમટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર
મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે.. મેંદી રંગ લાગ્યો રે
નાનો દિયરડો લાડકો ને, કંઇ લાવ્યો મેંદીનો છોડ રે.. મેંદી રંગ લાગ્યો રે
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને ભાભી રંગો તમારા હાથ રે … મેંદી રંગ લાગ્યો રે
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી,
અરે બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી…
હે… તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી…
હાથ રંગીને વીરા શું રે કરું? એનો જોનારો પરદેશ રે.. મેંદી રંગ લાગ્યો રે
મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે.. મેંદી રંગ લાગ્યો રે
***













2 Responses to Mahendi te vaavi…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments