જીવનની ભાગ -દોડથી થાકી હારીને અંતે હરિનું શરણ એ જ સાચું ..! એમનાં દર્શન માત્રથી જીવને માનસિક શાતા વળે છે તો અગર જો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય તો જીવને મોક્ષ જ મળી જાય …!! આવો આપણે સહુ સાથે મળી શ્રીજીને વિનંતી કરીએ…!!
સ્વર – શ્રી નિતીનભાઈ દેવકા, શ્રી નિધીબેન ધોળકિયા.
***
નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..
નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..
હા.. માંગો શ્રીનાથજી તો હારલો પેરાવું.. હે ગૂંજાની માળા રે બંધાવી
પગલે પગલે મોગરાં બિછાવું, હે રંગોળી ફૂલોની બનાવી..!!
નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી…
નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..
હાં.. માંગો શ્રીનાથજી તો ગોરસ ચખાડું, પિવડાવું પ્રેમે ધરાવી
માખણ ને મિશ્રીની મોજું ઊડાડું, ખોબલે ખોબલે ખવડાવી
નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..
નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..
હાં… માંગો શ્રીનાથજી તો સખડી ધરાવું, એ દહીં સાથે દઉં રે જમાડી
જમુના જળ ભરી જારી લઈ લાવું, બીડલાં પાનના ધરાવી
નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..
નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી.
હાં.. માંગો શ્રીનાથજી તો જાક ધરાવી દઉં, માંગી તો જો ને મોરારી
તું મારો નાથ નારાયણ શ્રીનાથજી, જીવતર જાઉં બલિહારી
નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..
નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી….!!
***

12 Responses to Darshan dyo….
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments