મિત્રો, મૂળ અમદાવાદનાં તથા હાલ દૂબઈ સ્થિત મિત્ર શ્રી દુષ્યંતભાઈ બારોટ એક સારા અભિનેતા છે, તથા દુબઈમાં પણ સ્ટેજ શો – નાટક વિગેરે કરે છે. તેમજ ગુજરાતી કવિતાઓ લખે છે, ઉપરાંત શ્રી નયનેશ જાની પાસે સંગીતની તાલિમ લીધી છે. અત્રે પ્રસ્તુત છે એમનાં મધૂર સ્વરમાં આ સુંદર રચના..!!
( શ્રદ્ધા હોડી લઇ હાલો ભાઈ, હેતનું હલેસું હાથે, હરિ નામ લઇ હાલે રાખો,
કોઈ આવે ના આવે સંગાથે. )
એક્દમ સત્ય અને વાસ્ત્વિક વાતને શબ્દોમાં કંડારી છે કવિએ..
ખાસ તો આ પંક્તિમાં જ જીવનનો સાર આવી જાય છે,
”ઉપર વાળો અલખ ધણી, ધરમ કરમ તોલે. એ જ બારણા બંધ કરે અને એ જ બારી કોઈ ખોલે,
અજબ એનો વહેવાર ભાઈ ગજબ એનો કારોબાર રે.”
કવિ : શ્રી શુકદેવ પંડ્યા
સ્વારાંકન : શ્રી નયનેશ જાની
સ્વર : શ્રી દુષ્યંત બારોટ
કોઈ દિ આનંદ હેલી અપાર, કોઈ દિ આંસુડાની ધાર.
સુખ પછી દુ:ખ, દુ:ખ પછી સુખ ગોઠવતો કરતાર, બધું ગોઠવતો કરતાર.
ઉપર વાળો અલખ ધણી, ધરમ કરમ તોલે. એ જ બારણા બંધ કરે અને એ જ બારી કોઈ ખોલે.
અજબ એનો વહેવાર ભાઈ ગજબ એનો કારોબાર રે.
ગોઠવતો કરતાર.
કોઈ દિ આનંદ હેલી અપાર, કોઈ દિ આંસુડાની ધાર .
ફૂલડાં વાવી જળ સીંચો તો એ ત્યાં કાંટા મળે, કપરી કેડી ધરમની લાગે, કૂટનો મારગ ફળે .
તાણા વાણા છે અપાર, ભાઈ ગજબ એનો કારોબાર રે.
ગોઠવતો કરતાર, બધું ગોઠવતો કરતાર.
કોઈ દિ આનંદ હેલી અપાર. કોઈ દિ આંસુડાની ધાર .
શ્રદ્ધા હોડી લઇ હાલો ભાઈ, હેતનું હલેસું હાથે, હરિ નામ લઇ હાલે રાખો,
કોઈ આવે ના આવે સંગાથે.
ભેદ ના પામ્યો સંસાર, ભાઈ ગજબ એનો કારોબાર રે.
ગોઠવતો કરતાર બધું ગોઠવતો કરતાર.
કોઈ દિ આનંદ હેલી અપાર, કોઈ દિ આંસુડાની ધાર.
સુખ પછી દુ:ખ, દુ:ખ પછી સુખ ગોઠવતો કરતાર, બધું ગોઠવતો કરતાર.
***













2 Responses to કોઈ દિ આનંદની હેલી…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments