
ગોકુલમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી.રે.. ગોકુલમાં..
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…
ઘરેઘર થી ગોપીઓ આવે, હારે મનગમતા સાજ સજાવે,
વ્હલાજીના ગુણ ગાવે ..ગોકુલમાં …
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…
નાચે ને કુદે ગોવાળો, હારે એને હૈયે હરખ ના માયે,
નીરખવાને નંદલાલા ગોકુળમાં…
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…
હારે અબીલ ગુલાલ ઉડાડે, હારે મારગડે મહી છલકાવે,
ગોરસ રસ રેલાવે ગોકુળમાં…
નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…
નંદરાય તણા દરબારે, હારે ત્યાં ભીડ ભરાણી ભારે,
ત્રિભુવન જયજયકાર કરે ગોકુળમાં…
નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…
પારણીયે વિશ્વ વિહારી, હારે ઝુલાવે જશોદા માડી,
ગોવિંદ જાયે બલિહારી રે..ગોકુળમાં…
નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…
હાથી દિયા ઘોડા દિયા ઔર દિયા પાલખી,
હે વ્રજ મેં આનંદ ભયો..જય કનૈયા લાલકી…
હે જશોદા કો લાલો ભયો.. જય કનૈયા લાલકી…
શ્રીવલ્લભાધીશકી જય…શ્યામ સુંદર યમુને મહારાનીકી જય… શ્રી બાલક્રિશ્ન લાલકી જય…!!











