” ધબકાર બેઠક “ વખતે ધારીણી બહેન તથા ખુશ્બુ દ્વારા પ્રસ્તુત આ ‘આંધળી માં નો કાગળ’ અને ‘જેરનો કટોરો’ એ ખરેખર અશાજી અને નિશાજીનાં સ્વર ની યાદ અપાવી દીધી હતી..
” મા-બાપ ” ફિલ્મનાં આ ગીતનાં રચયિતા છે શ્રીઇન્દુલાલ ગાંધી…અને હૃદય ને હચમચાવી નાખનાર આ શબ્દોમાં કરૂણતા ભરી છે આશાજીએ એમનાં દર્દભર્યાં સ્વરથી..!.. જે સાંભળી ને ભાગ્યે જ કોઇ એવું હશે કે એમની પલકોમાંથી અશ્રુ ના વહ્યાં હોય..!!!!!!
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નહીં ભાઇ !
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે; પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા; મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો; આવ્યો ભીખ માગવા વારો.
***
આ ગીત મોકલવા બદલ મિત્ર શ્રીનીરજભાઇ નો ખૂબ આભાર …













8 Responses to Amrut Bharelu…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments