મારું અતિપ્રિય ગીત કે જેનાં શબ્દો લખ્યાં છે શ્રીભાગ્યેશ જહાંએ, સંગીત આપ્યું છે શ્રી સોલીકાપડીયાએ તથા સુમધુર સ્વર છે, વડોદરાનું ગૌરવ એવા નિશા ઉપાધ્યાયનો..
ગીતની ભાવાભિવ્યક્તિ એક્દમ સુંદર છે..!
મેં તો જેર નો કટોરો સહેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સહેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!
મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!
રાધા બનીને સહેજ કહુંછું હું કાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!
મેં તો જેર નો કટોરો સહેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સહેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!
***













14 Responses to Me to zer no katoro…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments