Home Green

Upahaar…

આજે શ્રીજી અને સૂર~સરગમ ની પ્રથમ વર્ષગાંઠ પર સ્નેહીમિત્ર શ્રી નિરજભાઇ શાહે (રણકાર) એક ગીત ની ભેટ મોકલી છે… આ ઉપહાર માટે એમનો અંત:કરણ પુર્વક ખુબ ખુબ આભાર..!

શ્રીજી કૃપાથી સૂર~સરગમ તણી આ મહેફીલ માં સંગીતનો રણકાર હંમેશ ગુંજતો રહે અને મૈત્રી કેરું અનોખુંબંધન અમર રહે..એવી અભ્યર્થના.

..મહોબ્બતથી – તુષાર શુક્લ / સ્વર: સંજય ઓઝા, દર્શના ગાંધી

મહોબ્બતથી મહેક્યાં આ ગુલશન,

આ ગુલશન સલામત રહે..

સૂર શબ્દો તણી આજની આ,

આ મહેફિલ સલામત રહે… મહોબ્બતથી…

રહે ચાંદ ઝીલમીલ સીતારા રહે,

લહેર સંગ એના કિનારા રહે,

તમારાં રહે ને અમારાં રહે,

ગીત હોઠોં પર પ્યારા રહે… મહોબ્બતથી…

આ ગઝલોનું યૌવન,આ ગીતોનું ઉપવન,

સદાયે સભર કરતું રેહવાનું જીવન,

આ સૂરતાલ સરગમ રહે ગુંજી હરદમ,

આ રોશન શમા જલતી રેહવાની મધ્યમ,

તમારી પાસે આ ઘાયલ જીગર ને,

જીગરની જમાનત રહે… મહોબ્બતથી…

 હો.. સમય ફૂલ પર સહી કરી દઈ સમયસર,

વહી જાશું જાણે કે ઝાકળની ઝરમર,

અમે તો જશું ને નવા આવશે પણ ,

ગગન છે તો ટહુકાઓ રહેશે ઘણા પણ,

યાદ જગને અમારી સૂરીલી સૂરીલી,

સૂરીલી બગાવત રહે… મહોબ્બતથી…

This entry was posted in Upahaar. Bookmark the permalink.

bottom musical line

One Response to Upahaar…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. Neeta says:

    gre88888888888888888

    bahu j saras che.