રણચંડી દુર્ગા ચામુંડા કરતા સહુની રખવાળી..હે મહિષાસુર મર્દની અંબિકા
જય જય માં ગબ્બર વાળી
માં જય જય આરાસુર વાળી
ખેળો બ્રહ્માના ખોળે રમતા બાળા રૂપે બહુચર વાળી
ગરબે રમવા આવો બાળ સહુ વિનવે માં પાવા વાળી..
જય જય જય જય જય મહકાળી
સાથીયા પુરાવો દ્વારે, દિવડા પ્રગટાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..!
વાંઝિયાનું મેણુ ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે
નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..!
કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે
દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..!
***













11 Responses to Sathiya Puravo Dware…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments