મિત્રો, આજે ગુજરાતનો સ્થપના દિન ..!! આ મહત્વના દિને પ્રસ્તુત છે વિશ્વ ગુર્જરીનો સમન્વય ..!! એટલે કે આ વતનપ્રેમની ભાવનાનાં ઐક્યની અનુભૂતિ આપ અહીં કરી શક્શો .. ! અલગ અલગ દેશોમાં રહેતાં ગુજરાતી – ભારતીય મિત્રોની વતન પ્રત્યેની ભાવનાઓનો સમન્વય ..!!
‘મહેકતું ગુજરાત’
રચના – કવિ શ્રી રમેશ પટેલ ( કેલીફોર્નિયા- યુ.એસ.એ.)
રજૂઆત – ચેતના ઘીયા શાહ ( ખર્ટુમ સુદાન – આફ્રિકા )
ગાયકો – શ્રી દિલીપ ગજજર ( લેસ્ટર લંડન – યુ.કે.) રોશની શેલત ( અમદાવાદ ગુજરાત- ભારત )
સંગીતકાર – શ્રી નારાયણ ખરે, (અમદાવાદ ગુજરાત- ભારત)
મિક્સિંગ અને માસ્ટરીંગ , ડી ગજજર
***
ના પૂછશો ભાઈ કોઈને, કેવડું મોટું ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત
ગાજે મેહૂલીઓ ને સાવજની દહાડ
જાણજો એજ મારું વતન ગુજરાત
જ્યોતને અજવાળે રમે ભક્તિ શ્રધ્ધા
આંખની અમીથી વહે દાનની ગંગા
પ્રભાતીયાના સૂરે જ્યાં પ્રગટે પ્રભાત
જાણજો એજ મારું વતન ગુજરાત
શીખવ્યા સાગરે સૌને સાહસના પાઠ
ને સાબરે પ્રગટાવી આઝાદીની આગ
ગૂંજે જય સોમનાથની હાકો દિનરાત
જાણજો એજ મારું વતન ગુજરાત
શોભતો કચ્છડો મારો શરદની રાત
વલસાડી કેરી જેવા કોયલના ગાન
ચરોતરી ખમીર ને ઑલી પટોળાની ભાત
જાણજો એજ મારું વતન ગુજરાત
તાપીના તટ ને પાવન નર્મદાના ઘાટ
મહીથી મહીમાવંત, મારું ગરવું ગુજરાત
ઘૂમતા મેળાંમાં લોક ભૂલીને જાત
જાણજો એજ મારું વતન ગુજરાત
છે ગાંધી સરદાર મારી ગુર્જરીના નેત્ર
દીપતિ સંસ્કૃતિ મારી થઈ વિશ્વામિત્ર
સુદામાની પોટલીએ દીધી સખાની યાદ
જાણજો એજ મારું વતન ગુજરાત
***













14 Responses to મહેકતું ગુજરાત…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments