મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી…મારું મનડું છે ગોકુળ – વનરાવન,
મારા તનનાં આંગણીયામાં તુલસીનાં વન … મારા પ્રાણ જીવન ..!
મારા આતમ નાં આંગણે શ્રી મહાકૃષ્ણજી, મારી આંખો વિષે ગિરધારી રે ધારી,
મારું તન-મન ગયું જેને વારી રે વારી .. મારા શ્યામ મુરારી…!
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલાં, નિત્ય કરતાં શ્રીનાથજીને કાલાવાલા,
મેં તો વલ્લભ પ્રભુજીનાં કિધા છે દર્શન, મારું મોહી લીધું મન …!
હું તો નિત્ય વિઠઠ્લ વરની સેવા રે કરું, હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું,
મેં તો ચિત્તડું શ્રીનાથજી ને ચરણે ધર્યું, જીવન સફલ કર્યું…!
મેં તો પુષ્ટિમાર્ગ કેરો સંગ રે સાધ્યો, મને ધોળ-કીર્તન કેરો રંગ લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો, હીરલો હાથ લાગ્યો…!
હે આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે, વારે વારે માનવદેહ કદી ના મળે,
ફેરો લખ રે ચોરાસીનો મારો રે ફળે, મને મોહન મળે…!
મારી અંત સમય કેરી સુણો રે અરજી, લેજો શ્રીજી બાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ના આવે, મારો નાથ તેડાવે ..!
શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …શ્રીનાથજી બોલો , શ્રી યમુનાજી બોલો …!

13 Responses to Mara Ghat ma Birajata…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments