આ ભજન સાંભળવા માટે ખાસ હેડ-ફૉન કે ઇયર-ફૉન નો ઉપયોગ કરવાથી સુંદર સાઉન્ડ ઇફેક્ટ માણી શકાશે.
શ્રીનાથજી – શ્રીયમુનાજી ની જોડી સુંદર સોહે રે…!
યુગલ સ્વરૂપમાં દર્શન કરતાં, વૈષ્ણવનાં મન મોહે રે…!
ભાઇ-બીજ કેરો દિન વૈષ્ણવ, યમુનાપાન કરજો રે…!
યમુનાપાન કરજો વૈષ્ણવ, ચરણ કમળમાં રહેજો રે…!
માથે મુગટ, કાને કૂંડળ, ભાલે ટિલડી સોહે રે…!
કરમાં કંકણ ધર્યાં માં એ, વૈષ્ણવનાં મન મોહે રે…!
શ્રીનાથજી – શ્રીયમુનાજી ની જોડી સુંદર સોહે રે…!
યુગલ સ્વરૂપમાં દર્શન કરતાં, વૈષ્ણવનાં મન મોહે રે…!
સુતલ કટે કામની ને, પીળા પટકા પહેર્યાં રે…!
આસમાની ચુંદડી ઓઢી, માડી દર્શન દેજો રે…!
કેડે કટી મેખલા ને, બાંયે બાજુબંધ રે…!
અડવત વિંછિયા ધરીયા માં ને, પાયે ઝાંઝર જમકે રે…!
સોળે શણગાર માં ને, નાકે નિર્મલ મોતી રે…!
દર્પણ લીધા હાથ માં એ, સુંદર મુખડાં જોતા રે…!
શ્રીનાથજી – શ્રીયમુનાજી ની જોડી સુંદર સોહે રે…!
યુગલ સ્વરૂપમાં દર્શન કરતાં, વૈષ્ણવનાં મન મોહે રે…!

7 Responses to ShriNthji-ShriYamunaji ni Jodi…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments