પ્રભુ ભક્તિમાં લીન ભકત જ્યારે સાન ભાન ભુલી પ્રભુ ને પામવાની પ્રબળ ઝંખનામાં એમને શોધવાની બનતી બધી જ કોશીશ કરે છે અને એમ છતા પણ જાણે કે, પ્રભુ એમની કસોટી કરી રહ્યા હોય એમ સહેલાઈ થી મળતાં નથી ત્યારે ભક્તનાં હ્રદયમાં ઉદભવી રહેલી તડ્પ ભરી ભાવના આ ભજનમાં દર્શાવી છે..!
ખરેખર એ સાંભળીને આંખોમાં થી અશ્રુ બિંદુ સરી પડે છે..!..
મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
જોઇ વળ્યો હું મંદિર મંદિર, જોઇ વળ્યો હું હવેલી..
ક્યાંય ના જોઇ જાદવ તારી, શ્યામ સુરત અલબેલી..!
તલસે આંખલડી મારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..
ખુંદી વળ્યો હું ગોકુળ, મથુરા, દ્વારિકા ની ધરતી..
ક્યાંય મળી ના માધવ મુજને, મનહર તારી મુરતી..!
હવે હામ ગઇ હું હારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..
કોક બતાવો સાચુ મુજને, શ્યામ તણું સરનામુ ..
હું પરવશ મુજ પ્રાણ જીવન નાં, ક્યાં જઇ દર્શન પામુ..?
તારા દર્શન વિણ દુઃખિયારી.. તને ગોતું ક્યાં ગિરિધારી?..
મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?…
***













22 Responses to Tane gotu kyaa…?
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments