મને પ્યારું લાગે શ્રીજી, તારું નામ .. તન મન ધન શ્રીજીનાં ચરણોમાં..
મેં તો છોડી દીધાં સઘળાં કામ … તન મન ધન શ્રીજીનાં ચરણોમાં..
શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી…
મન મંદિરીયે તુલસીની માળા, ભવ બંધનનાં તોડશે તાળાં
મારું ઘર બને રૂડું વ્રજ ધામ… તન મન ધન શ્રીજીનાં ચરણોમાં…
શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી…
આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારાં મથુરા ને કાશી
માંગુ એક હવે હૈયા કેરી હામ… તન મન ધન શ્રીજીનાં ચરણોમાં…
શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી… શ્રીનાથજી…
***
.













17 Responses to Mane pyaaru laage…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments