સ્વરર ઃ શ્રી કિશોર મનરાજા – સાથીઓ.
મારા શ્રીનાથજીને સોનાની ધંટી
એમા દળાય નહિ બાજરો ને બંટી
સાકર દળું તો ઊડી ઊડી જાય, કેસર એલચી દ્ળું તો સમગ્રી થાય
હે માડી તારા કાન ને છે એવી ટૅવો
અમારી વાંહે ફરતો રે રહેતો
હરતો જાય ફરતો જાય, ગોપીઓના માટલા ફોડ્તો જાય
ઘેરે આવીને એ તો માખણ માગે
માખણ આપુ ં તો મિસરી રે માંગે
ખાતો જાય ખવડાવતો જાય, માંક્ડાને ઘર માં ઘાલતો જાય
હે બેચાર ગોવાળિયાને સાથે લઈને
વનમાં જાય એ તો મસ્તાનો થઈ ને
કાળી કાળી કામળી ઓઢ્તો જાય, કાળી ધોળી ગાવડી ચરાવતો જાય
સત્સંગ હોય ત્યાં આવીને બેસે
કોઈ ના જાણે એવા છુપા વેષે
હે જાલતો જાય, જુલાવતો જાય, વૈષ્ણવ ને દર્શન દેતો જાય
મારા શ્રીનાથજીને સોનાની ધંટી….!
***













2 Responses to Mara Shrinathajine….
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments