સ્વર – શ્રીનિધિબેન ધોળકિયા
આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
શ્યામ સુંદિર પ્રભુની મુરત રૂપાળી, શ્રીજીને નિરખીને જાઉં બલિહારી
હાથ રૂપાળાને બાંયે બાજુબંધ કરમાં લિધીછે વ્હાલે મુરલી મજાની..!
આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
શ્રીજી બાવા શ્રીજી બાવા રટણ ઊચ્ચારું, શ્રીજીનો આનંદ મારા ઉરમાં રે આણુ
યમુનાષ્ટક-કૃષ્ણાષ્ટક મારા અંતરને આપો, પ્રભુ તે આપી છે મને ઉડવાને પાંખો..!
આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
સર્વોત્તમ ને નવરત્ન મારું અઢ્ળક નાણું, રાત દિન ગાવું મારે શ્રીનાથજીનું ગાણુ,
બસ્સો બાવન વૈષ્ણવ મારાં સગા રે સંબંધી, તુટી માયા છુટી મારી માયાની ગ્રંથી..!
આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
પુષ્ટી ભક્તિ મારી વધો મારી પૂર્ણિમા જેવી, શ્રીવલ્લભ પ્રભુ અમને આષિશ દેજો એવી
જગતના તાત મારા રૂદિયામાં રે’જો, નિત્ય નિત્ય નાથ મને દર્શન દેજો
આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
***

4 Responses to Aankh mari…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments