આપણા માનીતા કવિશ્રી તુષાર શુક્લને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ ..!
આજે પ્રસ્તુત છે એમની જ આ જાણીતી અને માનીતી સુપ્રસિદ્ધ રચના..
***
હાલ તો ભારતમાં ચોમાસું બેસી ગયું કહેવાય …
( લંડનમાં તો કુદરત, મન પડે ત્યારે ચોમાસું બનાવે..ભર-તડકે વરસીને છેતરે….
…તો ક્યારેક કડકડતી ઠંડીમાં હિમ-વર્ષા ..!! 🙂 )
કુદરતનું ચોમાસું તો જાણે સમજાય,
પરંતુ કોડ ભરેલ હૈયામાં ઉદભવતી સંવેદનાઓનું ચોમાસું તો કવિ હૃદય જ કલ્પી શકે ને એ બધા સંવેદનોને કવિતામાં આલેખી શકે …!
અભિનંદન તુષારભાઈ ..!!
*****
મિત્રો, આ પોસ્ટની પ્રસ્તાવનામાં એટલું જ કહીશ કે, યુવાનીમાં ડગ ભરતી કો’ નવયૌવનાનાં સ્વપ્નો તણા, ચાતકપંખી રૂપી મનોભાવો, કે પછી બાગમાં ખીલું ખીલું થતી કોઈ કળી, ઝાકળના સ્પર્શને ઝંખતી, ફૂલનો આકાર પામવા આતુર હોય ને જાણે કે તેને વાચા ફૂટી હોય એવું લાગે છે આ સુંદર શબ્દોનાં ભાવમાં ..!!
આ પંક્તિ તો ખરેખર સુંદર છે ..’વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે’ !!
આલ્બમ – હસ્તાક્ષર
રચયિતા – શ્રી તુષારભાઈ શુક્લ
સ્વર – આરતીબેન મુન્શી
સંગીત – શ્રી નયનેશ જાની & (શ્રી શ્યામલ મુન્શી-શ્રી સૌમિલ મુન્શી)
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી,
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી,
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં, રૂંવે રૂંવેથી મને વાગે,
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું, રહી રહીને મારામાં જાગે,
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…!!
***

8 Responses to આંખોમાં બેઠેલા…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments