આજે જગતમાં નારી-દિન ઉજવાઇ રહ્યો છે… ત્યારે અવનીમાં ઊભી દિકરી આપણી પાસે શું માંગી રહી છે ..? જો નારી-દિન ઉજવાતો હોય તો પછી અમારો ન્યાય પણ થવો જોઇએ …!!! ખરેખર આ શબ્દો હૈયા-સોંસરવા નીકળી જાય એવા છે … આ સાંભળીને ચોક્કસ આપ સહુની આંખો ભીની થશે જ ..!!
આલ્બમ – ”તમારી આંખોની હરકત નથીને ?”
સ્વર – ગાર્ગી વોરા
શબ્દો – ?
( આ રચના આપણા માનનીય બ્લોગર શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના સુપુત્રી યામીનીબેન વ્યાસ ના લઘુનાટક ‘જરા થોભો’ મા ની છે )
આંગળી પકડીને તારી ચાલવા દે, માં..મને તું આ જગતમાં આવવા દે.
વંશનું તુજ બીજ કો’ ફણગાવવા દે, ગોરમાની છાબ લીલી વાવવા દે.
તું પરીક્ષણ ભૄણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે.
ઢીંગલી, ઝાંઝરને, ચણિયાચોળી, મહેંદી.. બાળપણના રંગ કંઇ છ્લકાવવા દે.
વહાલની વેલી થઈ ઝૂલીશ દ્વારે, આંગણે સંવેદના મહેકાવવા દે.
સાપનો ભારો નથી, તુજ અંશ છું, લાગણીના બંધનો બંધાવવા દે.
માં… મને તું આ જગતમાં આવવા દે……………………..!!!!!
***













18 Responses to માં..મને તું…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments