શુભ નવરાત્રી … આપ સહુને નવરાત્રીની શુભેચ્છાઓ..
માં જગદંબાની કૃપાદ્રષ્ટિ સદાય વરસતી રહે એવી અભ્યર્થના..
ચાલો આજે ભાવભરી સ્તુતિ દ્વારા માં નું સ્વાગત કરીએ.. !
આ સ્તુતિમાં સુરીલો સ્વર છે, અમારા રાજકોટનું ગૌરવ ચિ. ગાર્ગી વોરાનો તથા સંગીત છે શ્રી કૌશિક મિસ્ત્રીનું..!
હે.. માં .. હે .. માં … હે .. માં ..હે માં
અંબે ચરણકમળમાં તારા અમે તરસ્યા જનમ જનમના
નિત્ય દર્શન દે.. નિત્ય દર્શન દે.. માં તારા ..!!
તું ધરતી જગ પાલન કરતી, અંબર નો આધાર તું
સબ સુખ જુઠા, સબ દુ:ખ જુઠા .. આ જીવન નો સાર તું ..!!
નિત્ય દર્શન દે.. નિત્ય દર્શન દે.. માં તારા ..!!
તું સત્યમ તું શિવમ સુન્દરમ, બાળ અમે સહુ તારા
ઓંસમાં આંસુ, ફૂલમાં શ્રદ્ધા, અંતર લઇ અજવાળા…!!
નિત્ય દર્શન દે.. નિત્ય દર્શન દે.. માં તારા ..!!
અંબે ચરણકમળમાં તારા અમે તરસ્યા જનમ જનમના
નિત્ય દર્શન દે.. નિત્ય દર્શન દે.. માં તારા ..!!
***

12 Responses to He..Maa..
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments