*
બોલો ગોવર્ધનનાથકી જય ..!!
શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી
જાણી શકે નાં કોઈ વ્હાલા , અકળ ગતિ છે તારી ..!!
ભાર ભૂમિનો હળવો કરવા, યુગે યુગે અવતાર ધર્યો
નોખા નોખા રૂપ ધરીને, અવનીનો ઉધ્ધાર કર્યો
ભીડ પડી ભક્તો પર જ્યારે, આવી લીધા ઉગારી…!
મથુરામાં માધવ થઇ રાચ્યો, ગોકુલમાં ગોપાલ થયો
દ્વારિકા માં હો.. દ્વારિકામાં દ્વારકાધીશ, ડાકોરમાં રણછોડ થયો
નાથદ્વારામાં શ્રીજી રૂપે પ્રગટ્યો પાવનકારી ..!!
તું જ મુરારી, તું ગિરધારી, કુંજબિહારી બનવારી
તું શામળિયો, તું જ કનૈયો, તું મોહન મુરલીધારી
વિવિધ સ્વરૂપે, વિવિધ નામે, લીલા રચી તે ન્યારી …!!
શ્રીજી નામ સમરતાં ભાવે, પાપ અને સંતાપ બળે
શ્રીજી નામે જન્મ મરણનાં, લખચોરાસી ફેરાં ટળે
ભક્તિ કરતા ભાવટ ભાંગે, મહિમા એનો ભારી …!!
શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી
જાણી શકે નાં કોઈ તુજને, અકળ ગતિ છે તારી ..!!
*













13 Responses to Shrinath smaran…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments