*
મારા મમ્મીના જન્મદિને (29 feb.) તથા સમન્વયના દ્વિતીય જન્મદિને મારું આ અતિ પ્રિય ભજન…!!
પ્રભુ આપણા મન રૂપી મંદિરમાં, આમ જ મ્હાલતા રહે ..!!
*
આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી…
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી..!!
જશોદાના જાયાં ને નંદના દુલારા…
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી..!!
જરકશી જામો ધરી ઉભા શ્રીનાથજી…
જગતના છે સાચેસાચા સુબા શ્રીનાથજી..!!
મોહનમાળા મોતીવાળી ધરી શ્રીનાથજી…
પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી..!!
શ્રીનાથજીને પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી…
સ્વરૂપ દેખી મુનીવરના મન લોભે શ્રીનાથજી..!!
ભાવ ધરી ભજો તમે બાલકૃષ્ણ લાલજી…
વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી..!!
શ્રી વલ્લભના સ્વામી ને અંતર્યામી…
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી ..!!
આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી…
જોને સખી કેવા રુમઝુમ ચાલે શ્રીનાથજી.!!
*













16 Responses to Aaj Mara Mandiriyama…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments