* Happy Friendship day *

આજે જ્યારે સમગ્ર જગત મિત્રતા દિન ઉજવી રહ્યું છે, ત્યારે પ્રભુને એ જ પ્રાર્થના છે કે …
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે…!
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે…!
દીન દુ:ખીયાને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે…!
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું…!
માનવતાની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે…!
*
Related Posts:












16 Responses to મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments