જ્યોત રે જલાવી અમે, શ્રીજી કેરા નામની
હો જીરે…જ્યોત રે જલાવી અમે, શ્રીજી કેરા નામની
હે..શ્રીજી કેરા નામની ને, મેવાડ ધામની રે..
હે ..શ્રીજી ની મૂર્તી સ્થાપી, મનનાં મંદિરિયામાં
શ્રધ્ધાનાં તેલ પૂર્યાં, અંતરનાં કોડિયામાં
હે.. વાટુ રે બનાવી અમે, આતમ-રામની… જ્યોત રે…
હે… જંજાળ છોડી જગતની, છોડ્યો સંસાર ખારો
મનનાં મંજીરા લીધા, અંતરનો એક્તારો
કરવી છે લાણી હવે તો, ભક્તિનાં જામની રે ..જ્યોત રે..
હે.. જીવનની નાવ અમારી, સોંપી શ્રીજીનાં સહારે
ચાહે ડૂબે મજધારે, ચાહે તો પાર ઉતારે
હે.. શ્રીજીનાં સંગ વિના, દુનિયા શું કામની રે…
હો જીરે…જ્યોત રે જલાવી અમે, શ્રીજી કેરા નામની
હે..શ્રીજી કેરા નામની ને, મેવાડ ધામની….












5 Responses to Jyot re jalaavi…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments