***
પ્રિય મિત્ર શ્રીપંચમભાઈ શુક્લનું નામ બ્લોગજગતથી કે સાહિત્ય પ્રેમીઓથી અજાણ્યું નથી જ …એમની ગઝલ જ એમની ઓળખ છે એમ કહી શકાય .. એમના વિષે વધુ અહીં વાંચી શકાશે.
આજે આપણે એમની આ ગઝલ માણીએ એમના જ સ્વરમાં, જે એમણે તાજેતરમાં તળ ગુજરાતથી પધારેલ કવિશ્રી કૃષ્ણ દવે સાથે લંડનમાં યોજાયેલ એક મજલિસ ‘પાંગરેલી એક કૂંપળની કથા’માં પ્રસ્તુત કરેલ.
તું પ્રથમ પરંપરામાં પળીને ગઝલ લખ,
મેઘદૂત વાંચીને વાદળીને ગઝલ લખ.
વાતચીત શી સરળ ગઝલ ગૂંથી શકાશે,
ઢળ જરાક તુંય છંદે ઢળીને ગઝલ લખ.
આધુનિક જણાય,પણ હોય ભીતર અસલ-
એવી અનૂઠી કો તરજ પર લળીને ગઝલ લખ.
કાફિયા, રદીફ ને ગઝલિયત જ્યારે રૂઠે,
સાદ તારો કાન દઈ સાંભળીને ગઝલ લખ.
ખૂબ ચાવી ચાવીને પી જજે દર્દ કકરું,
‘આહ’માં જ ‘વાહ’ શું ઓગળીને ગઝલ લખ.
પ્રેમરસ ને ભક્તિરસ બેય થી જા ધરાઈ-
ખૂબ, ત્યારે સહેજ બસ ટળવળીને ગઝલ લખ.
છંદ-વિધાનઃ ગાલગાલ ગાલગા ગાલગા ગાલગાગા
***













8 Responses to ગઝલ લખ…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments